HMAT પરીક્ષા - ૨૦૨૧ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ઉપસ્થિત થનાર ઉમેદવારો માટે અગત્યની સુચના
રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામા ક્રમાંક : રાપબો / HMAT / ૪૩૪૮-૪૩૯૧ , તા : ૨૧/૦૬/૨૦૨૧ મુજબ HMAT પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવાનો સમયગાળો પૂર્ણ થયેલ છે . આ પરીક્ષાના ઉમેદવારો માટે સબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રકિયા ( સમયગાળો : તા : ૦૪/૦૮/૨૦૨૧ થી તા : ૧૧/૦૮/૨૦૨૧ ) વહિવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે . જેની સંબંધિત તમામે નોંધ લેવી . આ અંગેની નવી તારીખો હવે પછીથી જાહેર કરવામાં આવશે . આ માટે સંબંધિત ઉમેદવારોએ બોર્ડની વેબસાઇટ https://gujarat-education.gov.in/seb/ જોતા રહેવા જણાવવામાં આવે છે .