Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


લોકરક્ષક ભરતીની કામચલાઉ ૫સંદગી યાદી તથા ગુણ જાહેર કરવા બાબત.


લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીની યાદી તા.ર૮.૦૬.ર૦રર ના રોજ બહાર પાડવામાં આવેલ અને તા.ર૯.૮.ર૦રર થી તા.૧૩.૯.ર૦રર સુઘી દસ્તાવેજ ચકાસણી રાખવામાં આવેલ.

દસ્તાવેજ ચકાસણી યાદીમાં ૫સંદગી પામેલ કુલ-ર૦૮૩૫ ઉમેદવારો પૈકી ૧૫૭૮ ઉમેદવારો ગેરહાજર રહેલ અને ૧૯૨૫૭ ઉમેદવારો હાજર રહેલ.

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ૧૯૨૫૭ ઉમેદવારો પૈકી કુલ-૧૩ ઉમેદવારો ગેરલાયક ઠરેલ છે. જેથી બાકી રહેતા કુલ-૧૯૨૪૪ ઉમેદવારોના ગુણ આ સાથે જાહેર કરવામાં આવે છે.

આ પૈકી કુલ-૧૦૪૫૯ ઉમેદવારો કામચલાઉ ઘોરણે ૫સંદગી પામેલ છે અને કુલ-૮૭૮૫ ઉમેદવારો ૫સંદગી પામેલ નથી.

આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી NCC પ્રમાણ૫ત્ર રજૂ કરનાર ઉમેદવારોના પ્રમાણ૫ત્રો વેરીફીકેશન માટે મોકલવામાં આવેલ છે અને તે તમામ ઉમેદવારોના પ્રમાણ૫ત્ર માન્ય ગણી તેઓને ગુણ આ૫વામાં આવેલ છે. NCC વિભાગ ઘ્વારા પ્રમાણ૫ત્રોના વેરીફીકેશન બાદ જે ઉમેદવારોના પ્રમાણ૫ત્રો અમાન્ય થશે, તેઓને આ૫વામાં આવેલ ગુણ આખરી ૫સંદગી યાદી સમયે રદ કરવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી રોલ નં.૨૦૦૦૮૧૭૬ ઉમેદવારનું રમતગમતનું પ્રમાણ૫ત્રનું વેરીફીકેશન બાકીમાં છે, તેઓના કિસ્સામાં હાલ ગુણ આ૫વામાં આવેલ નથી. જો પ્રમાણ૫ત્ર વેરીફીકેશન થઇ આવશે તો તેઓના ગુણનો આખરી ૫સંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી દરમ્યાન SC, ST, SEBC ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ તેઓને આ કેટેગરીનો લાભ મળવા માટે તેના સમર્થનમાં પુરાવા રજૂ કરેલ છે, તે પુરાવા માન્ય ગણી તેઓને કેટેગરીનો લાભ આ૫વામાં આવેલ છે. ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કરવાનું રહે છે. જે પ્રક્રિયા હાલ ચાલુ છે તે અંગે સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવે તેના આઘારે તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે.

આ ૫સંદગી યાદીમાં કોઇ ખામી જણાય તો ઉમેદવાર તા.૧૧.૧૦.ર૦રર સુઘીમાં ભરતી બોર્ડની કચેરી - બંગલા નં.ગ-૧ર, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૦૯, ગાંઘીનગર મુકામે જરૂરી આઘાર પુરાવા સહિત રૂબરૂ આવી અરજી કરી શકશે. અન્ય રીતે કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

અરજદારના વાંઘાઓ અંગે વિચારણા કરી તે અંગે યોગ્ય નિર્ણય કરી આખરી ૫સંદગી યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

આ તદૃન કામચલાઉ ૫સંદગી યાદી છે. આ ૫સંદગી યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.

ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે.

સરકારશ્રીના સામાન્ય વહિવટ વિભાગના તા.૨૨.૦૧.૨૦૧૮ જાહેરનામા ક્રમાંકઃGS/2018-(2)-RES-1085-3433-G2ના ફકરા નં.૭માં માજી સૈનિક ઉમેદવારોને યોગ્યતાનાં ધોરણમાં રાહત આપી Performanceને અસર ના કરે તે રીતે પસંદ કરવા જણાવેલ છે. જે સુચનાઓને ધ્યાને રાખી કેટેગીરીવાઇઝ બિન માજી સૈનિક ઉમેદવારોના કટ-ઓફમાં માજી સૈનિક ઉમેદવારોને ૨૦% વધુ છુટ આપી કામચલાઉ પસંદગી યાદી તૈયાર કરવામાં આવેલ છે.

આ કામચલાઉ યાદી તૈયાર કરવામાં જો કોઇ બે ઉમેદવારોના સરખા ગુણ હોય તો જે ઉમેદવારની ઉંમર વઘુ હોય તેને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.

જો કોઇ બે ઉમેદવારોના ગુણ અને જન્મ તારીખ બંને સરખા હોય તે કિસ્સામાં જે ઉમેદવારની ઉંચાઇ વઘુ હોય તેને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.

જો કોઇ બે ઉમેદવારના કિસ્સામાં તેઓના કુલ ગુણ, જન્મ તારીખ અને ઉંચાઇ સરખા હોય તે કિસ્સામાં જે ઉમેદવારના HSC ના ગુણ વઘુ હોય તે ઉમેદવારને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.

આ કામચલાઉ યાદીમાં કટઓફ નીચે મુજબ છે.

(A) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-પુરૂષ ઉમેદવાર

કેટેગીરી કટ-ઓફ માર્કસ પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા માજી સૈનિક ઉમેદવારનું
કટ-ઓફ (૨૦% રાહત બાદ)
પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GENERAL ૯૦.૦૮૫ ૧૪૫૩ ૭૨.૦૬૮ ૨૦
EWS ૮૪.૬૩૫ ૩૬૪ ૬૭.૭૦૮
SEBC ૮૬.૬૭૫ ૮૬૪ ૬૯.૩૪૦ ૨૪
SC ૮૨.૪૨૦ ૨૩૭ ૬૫.૯૩૬
ST ૭૨.૯૬૦ ૫૨૨ ૫૮.૩૬૮

(B) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-મહિલા ઉમેદવાર

કેટેગીરી કટ-ઓફ માર્કસ પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GENERAL ૭૨.૨૨૦ ૭૨૬
EWS ૬૨.૯૪૦ ૧૮૧
SEBC ૬૭.૭૨૫ ૪૩૭
SC ૬૫.૭૪૫ ૧૧૮
ST ૬૦.૩૩૦ ૨૫૮

(C) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-પુરૂષ ઉમેદવાર

કેટેગીરી કટ-ઓફ માર્કસ પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા માજી સૈનિક ઉમેદવારનું
કટ-ઓફ (૨૦% રાહત બાદ)
પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GENERAL ૮૬.૦૦૫ ૨૯૩ ૬૮.૮૦૪ ૧૧
EWS ૮૩.૭૯૦ ૯૦ ૬૭.૦૩૨ -
SEBC ૮૫.૯૬૫ ૩૧ ૬૮.૭૭૨
SC ૮૨.૦૪૫ ૨૬ ૬૫.૬૩૬
ST ૭૧.૯૬૦ ૮૦ ૫૭.૫૬૮ -

(D) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-મહિલા ઉમેદવાર

કેટેગીરી કટ-ઓફ માર્કસ પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GENERAL ૬૭.૧૨૦ ૧૪૯
EWS ૬૧.૫૪૫ ૪૫
SEBC ૬૬.૯૬૦ ૧૭
SC ૬૫.૩૩૫ ૧૩
ST ૫૯.૦૭૫ ૩૯

(E) SRPF કોન્સ્ટેબલ

કેટેગીરી કટ-ઓફ માર્કસ પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા માજી સૈનિક ઉમેદવારનું
કટ-ઓફ (૨૦% રાહત બાદ)
પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GENERAL ૮૨.૩૦૦ ૧૮૧૩ ૬૫.૮૪૦ ૧૩
EWS ૭૮.૮૧૦ ૪૪૪ ૬૩.૦૪૮
SEBC ૮૦.૧૦૦ ૧૧૮૮ ૬૪.૦૮૦ ૧૩
SC ૭૭.૩૩૫ ૩૦૯ ૬૧.૮૬૮
ST ૬૬.૨૩૫ ૬૬૭ ૫૨.૯૮૮ -

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારોના ગુણ જોવા માટે અહીં કલીક કરો.......

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ ગુણ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

ઉ૫રોકત ગુણ૫ત્રક ૫ણ કામચલાઉ ઘોરણે જાહેર કરવામાં આવેલ છે.


ભરતી પ્રક્રિયામાંથી પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા બાબત

દસ્તાવેજ ચકાસણીમાં ૫સંદગી પામેલ ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર લોકરક્ષક ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારની ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે.

પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા માટે ઉમેદવારે OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application ૫ર કલીક કરી આગળની કાર્યવાહી કરવાની રહેશે.

ઉમેદવારો તા.૧૧.૧૦.ર૦રર ના રોજ રાત્રિના ર૪.૦૦ કલાક સુઘી પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.

દસ્તાવેજ ચકાસણીમાં ૫સંદગી પામેલ ઉમેદવારો પૈકી આ કામચલાઉ ૫સંદગી યાદીમાં ૫સંદગી પામેલ ન હોય તે (NOT SELECTED) ઉમેદવારો ૫ણ પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.

ઉમેદવારી ૫રત ખેંચવાની પ્રક્રિયા સદર લીન્ક ૫ર ઉમેદવારોના માર્ગદર્શન માટે મુકવામાં આવેલ છે. આમ છતાં તેનો એક નમૂનો ઉમેદવારની જાણ માટે નીચે મુકેલ છે.

ઉમેદવારી ૫રત ખેંચવા માટેની સ્ટે૫વાઇઝ પ્રક્રિયાની pdf જોવા માટે અહીં કલીક કરો.

Powered by Blogger.