ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
: ઉમેદવારો માટે ખાસ સૂચના :
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક : ૧૦ / ૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે . આ સંવર્ગની વિગતવાર જાહેરાતના પેરા -૧૧ ની જોગવાઇ મુજબ એવા ઉમેદવારો કે જેમણે એક કરતા વધુ સંખ્યામાં આ જ જાહેરાત હેઠળ ઓનલાઇન અરજી કરેલ છે , તેવા ઉમેદવારોની આવી અરજીઓ પૈકી સૌથી છેલ્લી અરજી માન્ય રાખી , બાકીની અરજીઓ ડુપ્લીકેટ ગણી મંડળ દ્વારા ‘ રદ ’ ( Reject ) કરવામાં આવેલ છે . આવી રીતે ડુપ્લીકેશનના કારણસર ‘ રદ ’ (Reject ) થયેલ અરજીઓની યાદી મંડળની https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે,
જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી . મંડળની વેબસાઇટ વધુમાં આ રીતે છેલ્લી અરજી માન્ય રખાયેલ હોઈ , તે અરજીના કંન્ફર્મેશન નંબર આધારે જ ઉમેદવાર પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાના સમયગાળા દરમ્યાન પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે , અને કોલલેટરની પ્રીન્ટ મેળવી શકશે . કોલલેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો મંડળ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.
“ મંડળના આદેશાનુસાર ”
તા .૨૪ / ૦૩ / ૨૦૨૨ સચિવ
- Official Notification : Click Here
- ડુપ્લીકેશનના કારણસર રીજેકટ કરેલ અરજીઓની યાદી : Click Here