Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૫) અને (૬) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.૧૩/૧૨/૨૦૨૨ ના રોજ બપોરે ૧૧.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

{1} ઉમેદવારો તેઓના નામ લાયકાત કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઇટ ઉપર તા.૧૩/૧૨/૨૦૨૨ થી તા.૧૫/૧૨/૨૦૨૨ દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઇન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઇ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૧૩/૧૨/૨૦૨૨ થી તા.૧૬/૧૨/૨૦૨૨ (જાહેર રજા સિવાય) ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે. સુધારા પત્રમાં નવી વિગતો ઉમેરી શકાશે નહી.

{2} જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવાજોડી સુધારા પત્રક (વાંધા અરજી ઉર્મેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઇને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે

{3} ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓહવે પછી વેબ સાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત http://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું.

વિદ્યાસહાયક નોટીફીકેશન 2022 : અહી ક્લિક કરો

વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ : અહીં થી જુઓ

Powered by Blogger.