વોક ઇન ઈન્ટરવ્યુ - રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટ મહાનગરપાલિકાનાં પ્રાણી રંજાડ અંકુશ વિભાગ અને માર્કેટ શાખા(દબાણ હટાવ
વિભાગ)માં નીચેની વિગતે તદ્દન હંગામી ધોરણે 11 (અગિયાર) માસના કરાર આધારિત
જગ્યાઓ ભરવા માટે આગામી તા.29/03/2023,બુધવારના રોજ સવારે ૯.૦૦ કલાકથી ૧૧.૦૦
કલાક સુધી ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ
ખાતે વોક ઇન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે જેથી સબંધિત લાયકાત ધરાવતા ઈચ્છુક
ઉમેદવારોએ સ્વ-ખર્ચે હાજર રહેવા જાણ કરવામાં આવે છે.
જગ્યાનું નામ જગ્યા : એક્સ-સર્વિસમેન
કુલ જગ્યા : 30 જગ્યા
માસિક ફિક્સ પગાર : Rs.25,000/-
વયમર્યાદા : 45 વર્ષથી વધુ નહી
લાયકાત : નિવૃત્ત લશ્કરી સિપાહી/જવાન (હવાલદાર સુધીની કક્ષાના) (મેડીકલ કેટેગરી શેફ-I (S.H.A.P.E.-1) હોવી જોઈએ.)
અગત્યની સૂચના
1-ઉમેદવારે વોક ઇન ઈન્ટરવ્યુ સમયે લાયકાત સબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ
પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
2-માસિક ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળવાપાત્ર થશે નહી.
3-ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે.
4-ઉક્ત-30 જગ્યાઓ ઉપરાંત વધારાની જગ્યાની જરૂરીયાત ઉભી થશે તો તૈયાર કરવામાં
આવેલ પ્રતીક્ષાયાદી પરના મેરિટનાં અગ્રતાક્રમે આવતા ઉમેદવારોને નિમણુંક આપવા
વિચારણા કરવામાં આવશે. 5-ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનરશ્રી, રાજકોટ
મહાનગરપાલિકાની રહેશે. 6-11(અગિયાર) માસ બાદ ઉમેદવાર આપો-આપ છુટ્ટા થયેલા
ગણાશે.
Official Notification of Walk In Interview : Click Here