Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-21, ગાંધીનગર શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HIGHER SECONDARY) શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/5921/G,તા.29/04/2023 થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કુલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી (Teacher Aptitude Test- TAT) ના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવેલ છે.

આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.01/07/2023 ના જાહેરનામાનું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો નીચેની વિગતે http://ojas.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીંગ મારફત ફી ભરી શકશે. જેની છે.

1. જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ : 01/07/2023 
2. ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો : 05/07/2023 થી 15/07/2023
3. નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો : 05/07/2023 થી 17/07/2023
4. પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ : 06/08/2023
5. મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ : 17/09/2023

તમામ ઉમેદવારો નોંધ લેવા વિનંતી એપલ છે.

આ પરીક્ષાના વિષયો, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, કસોટીનું માળખું, અભ્યાસક્રમ વગેરે બાબતો જાહેરનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમજ સરકારશ્રી દ્વારા થયેલ વખતોવખતની ઠરાવોની જોગવાઈ પ્રમાણેની રહેશે. શિક્ષણ વિભાગના ઠરાવ અને જાહેરનામું તેમજ કસોટી સંબંધિત અન્ય બાબતો રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે. પરીક્ષા સબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે,

શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 જાહેરનામું જાહેર : Click Here

Powered by Blogger.