જાહેરાત મહેસાણા જિલ્લા ટ્રાફીક બ્રિગેડના ટ્રાફીક સેવકોની માનદ સેવા ભરતી અંગે મહેસાણા જીલ્લા હસ્તકનો નગરપાલિકા વિસ્તાર ધરાવતા મહેસાણા, કડી, નંદાસણ પો.સ્ટે . માટે ટ્રાફિકના સંચાલન તેમજ નિયમન કરવામાં પોલીસને મદદરૂપ થાય તે સારૂ ટ્રાફિક બ્રિગેડની ખાલી પડેલ કુલ -૬ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા પુરુષ / મહિલા સેવકોની માનદ સેવા લેવા માટે અરજી મંગાવવામાં આવે છે. સદર અરજી વિના મુલ્ય અત્રેની કચેરીની રજીસ્ટ્રી શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, મહેસાણા ખાતેથી જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ થી તા. ૦૪/૧૦/૨૧ સુધીમાં રૂબરૂમાં મેળવી લેવાની રહેશે. સદર અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોની સ્વ - પ્રમાણીત નકલો સાથે તા. ૧૦/૧૦/૨૧ સુધીમાં રજીસ્ટ્રી શાખા પોલીસ હેડ કવાર્ટર મહેસાણા ખાતે જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં જમા કરાવવાના રહેશે. તા .૧૪/૧૦/૨૧ ના રોજ સવારે કલાક -૭.૦૦ વાગે શારીરિક કસોટી માટે નીચેના સરનામે હાજર રહેવાનું રહેશે.